- This event has passed.
શિવાજી સેના ભાવનગર જિલ્લા આયોજીત સર્વજ્ઞાતિની દિકરીઓનો ૧૩ મો સર્વજ્ઞાતિ દિકરીનો સમૂહલગ્ન
સ્નેહી શ્રી,.
દિકરીતો ભગવાને આપેલી સૌથી રૂડીને રળીયામણી ભેટ છે, અને માતા પિતા માટે જીવનનો સૌથી મોટો અવસર એ દિકરીના લગ્ન છે અને દિકરીના લગ્ન માટે માતા પિતા તેની એકઠી કરેલી બચતની તમામ રકમ ભેગી કરે છતા પણ આજના મોંઘા ખર્ચાળ પ્રસંગોમાં અછત થતી હોય છે ત્યારે દિકરીના માતા પિતાની સાથે રહી જયારે અમે એમના પરિવારના જ એક સદસ્ય છીએ એવું માની સાથ આપવા સર્વે તૈયાર થઇ જાય છીએ એક માનવતાના ભાવથી સુંદર વિચાર લઇને સમગ્ર ગુજરાત રાજયના વિવિધ જીલ્લા અને તાલુકા માં કુલ ૩૫૦૦ થી વધુ દિકરીઓના સફળ સમૂહલગ્ન બાદ તારીખ ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ ભાવનગર જીલ્લાના આંગણે દિકરીઓના સમૂહ લગ્ન કરી રહયા છીએ ત્યારે જે કોઇ દિકરી દિકરાના લગ્ન અમારા તેરમાં સમૂહ લગ્ન હેઠળ કરાવવા ઇચ્છતા હોય તે અમારો સંપર્ક કરે તથા તમામ લોકો માનવતાના રૂડા કાર્યમાં જોડાઇને સાથ સહકાર આપી દિકરીઓના માતા પિતાના આશિર્વાદના સહભાગી બને.